મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, મોટી જાનહાની ટળી

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી નજીક ગઈકાલે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી

તસવીર: gstv

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી નજીક ગઈકાલે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે આઈસર ટ્રક રસ્તા પર પલટી મારી ગઈ હતી. અકસ્માત બનતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આટલો ભયંકર અકસ્માત હોવા છતાં કાર અને ટ્રકમાં સવાર તમામ લોકોનો ચમત્કારી રીતે બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો