મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: AAIBનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું.. 'અમદાવાદ પ્લેન ક્રેશના પાયલટની વાતચીત જાહેર નહીં કરીએ...'

અમદાવાદમાં 12મી જૂન 2025ના દિવસે એર ઇન્ડિયા વિમાન

તસવીર: gstv

અમદાવાદમાં 12મી જૂન 2025ના દિવસે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતની તપાસ સાથે સંબંધિત રેકોર્ડ અને ખાસ કરીને કોકપિટ વોઇસ રેકોર્ડિંગ   જાહેર કરી શકાય નહીં, કારણ કે પ્રવર્તમાન કાયદો આની મંજૂરી આપતો નથી. નોંધનીય છે કે, આ વિમાન દુર્ઘટના અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર 2026 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. AAIB દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અનુસાર,  તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ વિગતો કોઈપણ ત્રાહિત પક્ષ, બહારની સમિતિ કે સામાન્ય જનતા સાથે શેર કરી શકાશે નહીં. જેમ કે, કોકપીટ વોઇસ રેકોર્ડિંગ અને વિમાનની અંદરથી લેવાયેલા અન્ય વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ્સ તપાસ દરમિયાન નોંધવામાં આવેલા સાક્ષીઓના નિવેદનો. પાઇલટ, એરલાઇન અને અન્ય ટેકનિકલ સ્ટાફ વચ્ચેની આંતરિક વાતચીતનો સમાવેશ થાય છે..

આ સમાચાર શેર કરો