મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કમસદમાં ઉછીના પૈસા માંગતા યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો

આણંદના કરમસદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. ઉછીના આપેલા પૈસાની

તસવીર: gstv

આણંદના કરમસદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. ઉછીના આપેલા પૈસાની માંગણી કરવી એક યુવકને ભારે પડી હતી. ગોવર્ધન હોટેલના પાર્કિંગ નજીક પાંચ જેટલા શખ્સોએ યુવકને જાહેરમાં ઘેરી ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV અને વાયરલ વીડિયો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકની માતાએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો