મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: લોસ એન્જલસમાં હોરર મૂવી જેવી ભયંકર આગ, 30 હજાર લોકોને ઘરમાંથી બહાર કઢાયા

લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ આગ ઝડપથી ફેલાવાને કારણે લોક

લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ આગ ઝડપથી ફેલાવાને કારણે લોકો અને વહીવટીતંત્ર બંનેની મુશ્કેલી વધી છે. વહીવટીતંત્ર અને પોલીસે સલામત રહેવા માટે લગભગ 30 હજાર લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢી અન્ય સ્થળે ખસેડ્યા છે. કારણ કે  આ લોકોના ઘરોમાં આગ લાગી શકે છે.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના હિમાલયા મોલમાં ફાટી નીકળી ભયાનક આગ, 6 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

અમેરિકન દેશ કેલિફોર્નિયાના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ જ્વાળાઓએ નજીકના રહેણાંક શહેર લોસ એન્જલસના ગીચ વસ્તીવાળા વિસ્તારોને લપેટમાં લીધા છે. જ્વાળાઓ એટલી પ્રબળ છે કે જેમાં સેંકડો ઘરો ઝપેટમાં આવી ગયા છે. રહેણાંક વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં ફાટી નીકળેલી ભયંકર આગથી બચવા માટે હજારો લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. આ દૃશ્યોથી અરાજકતાનો માહોલ સર્જ્યો છે. લોસ એન્જલસના પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં થોડી જ મિનિટોમાં ઘણા ઘરો બળીને રાખ થઈ ગયા હતા અને તેમની સામે પાર્ક કરાયેલા સેંકડો વાહનો એક ક્ષણમાં જ બળીને રાખ થઈ ગયા હતા.

અમેરિકાની બિડેન સરકારે આગ પર ઝડપથી કાબૂ મેળવવાના આદેશ આપ્યા છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેથી કોઈ જાન-માલનું નુકસાન ન થાય. આગથી પ્રભાવિત વિસ્તારોની આસપાસના લોકોને આગથી બચાવવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. હજુ સુધી આગના કારણે જાનમાલના નુકસાનની માહિતી મળી નથી. પરંતુ વહીવટીતંત્ર આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો