VIDEO: પલસાણા તાલુકાના આંત્રોલી ગામે ઘરકંકાસમાં કિશોરીએ કર્યો આપઘાત, ઘટના CCTVમાં કેદ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના આંત્રોલી ગામેથી માતા-પિતા માટે લાલબત્તી સમાન એક અત્યંત ચોં

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના આંત્રોલી ગામેથી માતા-પિતા માટે લાલબત્તી સમાન એક અત્યંત ચોંકાવનારો અને દુઃખદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઘરકંકાસે એક માસૂમ કિશોરીનો જીવ લીધો છે. આંત્રોલી ગામમાં આવેલા શિવ પેલેસના ત્રીજા માળે રહેતા એક પરિવારમાં ઝઘડો થયો હતો. આ ઘરકંકાસમાં ૧૩ વર્ષીય કિશોરીને એટલું માઠું લાગી ગયું કે તેણે બિલ્ડિંગના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી.
કિશોરીના આપઘાતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી કિશોરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.




