VIDEO: રાજૌરીમાં અચાનક આવેલા ફ્લેશ ફ્લડથી બસ સ્ટેન્ડ તબાહ, અનેક વાહનો તણાયા
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદ બાદ આવેલા અચાનક ફ્લેશ ફ્લડથી ભારે

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભારે વરસાદ બાદ આવેલા અચાનક ફ્લેશ ફ્લડથી ભારે તારાજી સર્જાઈ છે. નવા નિર્માણ પામેલા બસ સ્ટેન્ડમાં પૂરનું પાણી ઘૂસી જતા અનેક વાહનો તણાઈ ગયા અને સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે આશરે સાડા ત્રણ વાગ્યે આવેલા પૂરના કારણે અંદાજે 225 જેટલા વાહનો ગુમ થયા હોવાની આશંકા છે, જ્યારે 40થી 50 જેટલા ક્ષતિગ્રસ્ત વાહનો સ્થળ પર જોવા મળી રહ્યા છે. અનેક વાહનો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા છે. અસરગ્રસ્તોએ વહીવટીતંત્રને તાત્કાલિક JCB અને ક્રેન મોકલી વાહનો બહાર કાઢવા તેમજ બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી છે. જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




