મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાજૌરીમાં વરસાદથી ગરમીમાં રાહત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ હવામાનમાં અચાનક પલટો

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અહી પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકનું તાપમાન ગગડતાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. સામે આવેલા દ્રશ્યોમાં ચારેય તરફ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લોકો આ આહલાદક હવામાનની મજા માણતા નજરે પડે છે. આ વરસાદ ખેતીના પાક માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. જો કે, પહાડી વિસ્તાર હોવાને કારણે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી-નાળાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો