VIDEO: રાજૌરીમાં ઝાંગર દિવસની ઉજવણી
સોર્સ : gstv
રાજૌરી જમ્મુ-કાશ્મીર ખાતે બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનના બલિદાનને યાદ કરવા માટે ઝાંગર દિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાગરિકો અને સૈન્યના જવાનોએ સાથે મળીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજૌરીના ડેપ્યુટી કમિશનર અભિષેક શર્મા અને નૌશેરાના એડિશનલ ડેપ્યુટી કમિશનર પ્રીતમ લાલ થાપાએ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ રહીને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. બ્રિગેડિયર ઉસ્માનના અદમ્ય સાહસ અને ત્યાગને યાદ કરતા વક્તાઓએ જણાવ્યું હતું કે, દેશની રક્ષા માટે તેમનું બલિદાન હંમેશા યુવા પેઢી માટે પ્રેરણારૂપ રહેશે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને સૈન્ય અધિકારીઓ જોડાયા હતા.

