મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં પુરપાટ ઝડપે આવતી રિક્ષા બાઈકને અડફેટે લઈ પલટી મારી, 5 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

સુરતમાં સતત રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં ફરી એક વખત પુરપાટ ઝડપે આવતી

સુરતમાં સતત રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં ફરી એક વખત પુરપાટ ઝડપે આવતી રીક્ષાએ બાઈકને અડફેટે લીધું હતું. સુરત શહેરમાં ભાટેના બિસ્મિલ્લા ચોક પાસે પૂરપાટ ઝડપે જતી રીક્ષા બાઈક ચાલક અચાનક વચ્ચે આવતા પલટી મારી ગઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા લારીચાલકો દ્વારા તાત્કાલિક રીક્ષામાં ફસાયેલા લોકોના બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સાથે જ 108 બોલાવી પાંચ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો