VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સફળતા: શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત ૨ મિનિટમાં બહાર કાઢ્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ વધુ એક જટિલ અને દુર્લભ કેસમાં સફળતા હાંસલ કરી છે. પંચમહાલ જિલ્લાના ૪૭ વર્ષીય બળવંતભાઈની શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર બે મિનિટમાં બહાર કાઢી તેમને નવજીવન આપ્યું છે.દોઢ વર્ષ પહેલા પાણી પીતી વખતે અજાણતા દાંત શ્વાસનળીમાં જતો રહ્યો હતો. છેલ્લા એક મહિનાથી સતત ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તપાસમાં દાંત શ્વાસનળીની ઊંડી શાખામાં ફસાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.પલ્મોનરી મેડિસીન, ENT અને એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાતોની ટીમે અદ્યતન બ્રોન્કોસ્કોપિક ટેકનિકથી આ જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી




