મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અગ્નિકાંડમાં મૃત દિકરાની અસ્થિની રાખથી માતાએ ટેટું કરાવ્યું

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના નિર્મલા માર્ગ પર રહેતા રાજભા પ્રદિપસિંહ ચોહાણનું પણ મોત નીપજ્યું હતું. રાજભા  સગાવ્હાલા સાથે TRP ગેમ ઝોનમાં ગયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરે જીવ ગુમાવ્યો હતો.

માતાએ પોતાના વ્હાલસોયાની યાદ હંમેશા માટે રહે તે માટે ખાસ ટેટું ચિતરાવ્યું

 આ દુર્ઘટનામાં રાજભાની સાથે સાથે તેના મામા, માસા, માસાનો દિકરો, માસાની દીકરીના પણ મોત નિપજ્યા હતા. રાજભાની માતાએ પોતાના વ્હાલસોયાની યાદ હંમેશા માટે રહે તે માટે ખાસ ટેટું ચિતરાવ્યું છે. વ્હાલસોયા દિકરાની અસ્થિની રાખ ટેટુની શાહીમાં ભેળવીને હાથ પર કરાવ્યું છે. 

આ સમાચાર શેર કરો