મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં હોમડેકોર શોપમાં લાગી ભીષણ આગ, કિંમતી સામાન બળી જતા દુકાનદારને થયું મોટું નુકસાન

સુરતના ભટાર વિસ્તારમાં આવેલી બાલાજી હોમડેકોર શોપમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં આજુબાજુના

સુરતના ભટાર વિસ્તારમાં આવેલી બાલાજી હોમડેકોર શોપમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં દુકાનમાં રાખેલો ડેકોરેશનનો કિંમતી સામાન બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી જાનહાનિ ટળી હોવાના અહેવાલ છે. 

આ સમાચાર શેર કરો