મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શપથ ગ્રહણ સમારંભ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં ચિત્તો ફરતો જોવા મળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી મંડળે 9 તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારંભમાં નવી સરકારના શપથ લીધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી મંડળે 9 તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારંભમાં નવી સરકારના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારંભમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓ હાજર રહી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારંભનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં ચિત્તા જેવો કોઇ જાનવર ફરતો જોવા મળી રહ્યો છે.

રાષ્ટ્રપતિ ભવનમાં જાનવર ફરતા જોવા મળ્યા

વીડિયોમાં જોઇ શકાય છે કે શપથ દરમિયાન એક તરફ રાષ્ટ્રપતિ બેઠા છે અને બીજી તરફ મધ્ય પ્રદેશના બેતુલના ભાજપના સાંસદ દુર્ગા દાસ શપથ બાદ પેપર પર હસ્તાક્ષર કરી રહ્યાં છે. આ વચ્ચે એક શંકાસ્પદ જાનવર ત્યા ફરતો જોવા મળે છે. એક સાઇડથી બીજી સાઇડ જતા સમયે જાનવર કેમેરામાં કેદ થઇ ગયો હતો. તે બાદ જાનવરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

આ સમાચાર શેર કરો