VIDEO: SOG અને કુવાડવા રોડ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ૧૯૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી ઝડપાયું
રાજકોટમાં SOG અને કુવાડવા રોડ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદે

રાજકોટમાં SOG અને કુવાડવા રોડ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદે પેટ્રોલ વેચાણના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ટ્રાન્સપોર્ટનગરના એક ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઈંધણનું ગેરકાયદે વેચાણ થતું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહીમાં ગેરકાયદે ઈલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સાથે અંદાજે 1900 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઈંધણ ગ્રાહકોને છેતરી તેમના વાહનોમાં નાખવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મહેલમ ભારમલ અને રણજિત ધાંધલની ધરપકડ કરી છે. SOGની કાર્યવાહીમાં રૂપિયા 3.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઉપરાંત લેપટોપ, ડાયરી, બિલબુક સહિત વેપારને લગતા મહત્વના દસ્તાવેજો પણ પોલીસ કબજામાં લેવામાં આવ્યા છે.




