VIDEO: બકરી જેવી સામાન્ય બાબતમાં જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં જ થયો પથ્થરમારો
હિંમતનગરમાં બકરીની સામાન્ય બાબતમાં બે ગામના લોકો સામ સામે આવી જતા જૂથ અથડામણની ઘટના
હિંમતનગરમાં બકરીની સામાન્ય બાબતમાં બે ગામના લોકો સામ સામે આવી જતા જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવત રાખી પથ્થરમારો કરી બંને જૂથ દ્વારા કરાઇ તોડફોડ.
હિંમતનગરના ગોપાલકુંજ ગામમાં બકરી જેવી સામાન્ય બાબતે જૂની અદાવત રાખી બે ગામના લોકો આવી ગયા હતા સામસામે. આ જૂની અદાવતમાં વાંટડી અને ગોપાલકુંજ ગામના લોકોમાં જૂથ અથડામણ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસ કોમ્બિંગ દરમિયાનજ બંને જૂથ વચ્ચે થયો હતો પથ્થરમારો. પથ્થરમરાની ઘટના બાદ લાકડીઓ લઈ બંને જૂથે વાસણો, કાર- બાઇક સહિત અન્ય સામાનોમાં તોડફોડ કરાઇ હતી.
પોલીસની હાજરીમાં જ મામલો વધારે બીચકતા જિલ્લા કન્ટ્રોલ રૂમમાં આ બાબતની જાણ કરાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ જૂથ અથડામણમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.






