મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું ભવ્ય સુરક્ષા રિહર્સલ, ૨ હજારથી વધુ જવાનો તૈનાત!

અમદાવાદમાં આગામી જગન્નાથ રથયાત્રાને શ

તસવીર: gstv

અમદાવાદમાં આગામી જગન્નાથ રથયાત્રાને શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા મેગા સુરક્ષા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ કમિશનર (CP), જેસીપી (JCP) અને ડીસીપી (DCP) કક્ષાના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ યોજાયેલા આ રિહર્સલમાં ૨ હજારથી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. સુરક્ષા દળોએ જગન્નાથ મંદિરથી શરૂ કરીને સમગ્ર રથયાત્રાના રૂટ પર ભવ્ય ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્તનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. એસઆરપી (SRP) અને આરએએફ (RAF) સહિતની પેરામિલીટ્રી ટુકડીઓએ પણ મોરચો સંભાળી લીધો છે. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપતા પોલીસ તંત્રએ જણાવ્યું છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.

આ સમાચાર શેર કરો