મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના દેસરા ભાઠા ફળિયામાંથી યુવતીનું કરાયું રેસ્ક્યું, તબિયત બગડતાં અપાઈ સારવાર

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યુ છે. નવસારી અને જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. નવસારીન

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યુ છે. નવસારી અને જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે.  નવસારીના દેસરા ભાઠા ફળિયામાંથી ફાયરના જવાનો દ્વારા એક યુવતીનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.

 રેસ્ક્યુ ટીમે યુવતીને બહાર કાઢીને યોગ્ય સારવાર આપી 

મળતા અહેવાલ પ્રમાણે  બીલીમોરા ફાયરબ્રિગેડને જાણ થઈ હતી કે ફળિયામાં એક યુવતી ફસાઈ છે અને તેની તબિયત નાજુક છે. તુરંત જ રેસ્ક્યુ ટીમે યુવતીને ત્યાંથી બહાર કાઢીને યોગ્ય સારવાર આપી હતી.

નવસારી જિલ્લાની અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા દેવધા ડેમ છલકાયો

 નવસારી જિલ્લાની અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા દેવધા ડેમ છલકાયો હતો. દેવધા ડેમમાં સતત પાણીની આવક થતા દેવધા ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.આ પૂરથી 1500થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. નવસારીના ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકામાં મુશળાડધાર વરસાદે આફત સર્જી છે. 

આ સમાચાર શેર કરો