VIDEO : એરપોર્ટમાં પેસેન્જરની ભૂલથી લાગી આગ, ભાગદોડના સર્જાયા દૃશ્યો
બર્લિન એરપોર્ટ પર કાળી બેગમાં અચાનક આગ લાગવાની ઘટનાએ મુસાફરો અને સ્ટાફમાં ગભરાટ ફેલાવ્યો છે. તે
બર્લિન એરપોર્ટ પર કાળી બેગમાં અચાનક આગ લાગવાની ઘટનાએ મુસાફરો અને સ્ટાફમાં ગભરાટ ફેલાવ્યો છે. તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના એરપોર્ટ ટર્મિનલ પર બની હતી, જ્યાં એક બેગ આગમાં લપેટાયેલી જોવા મળી હતી, જ્યારે તેની સાથે રાખવામાં આવેલી અન્ય વસ્તુઓ સુરક્ષિત હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક આગ બુઝાવવાના સાધનો વડે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટના એક મુસાફર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વિડિયોમાં કેદ થઈ હતી.




