VIDEO: Ahmedabadમાં લારી પરથી ખરીદેલી પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
અમદાવાદમાં બહારની પાણીપુરી ખાતા શોખીનો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપ બસ સ્ટેન્ડ પ
અમદાવાદમાં બહારની પાણીપુરી ખાતા શોખીનો માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપ બસ સ્ટેન્ડ પાસે આવેલી 'કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર' નામની લારી પરથી એક ગ્રાહકે પાણીપુરી ખરીદી હતી. આ પાણીપુરી ખાતી વખતે અચાનક તેમાંથી હાડકાનો ટુકડો નીકળતા ગ્રાહકના હોશ ઉડી ગયા હતા.ખાદ્ય પદાર્થમાં આવી ગંભીર બેદરકારી જોઈને રોષે ભરાયેલા ગ્રાહકે તરત જ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. આ વીડિયો વાયરલ થતાં જ ખાણી-પીણીના શોખીનોમાં ફફડાટ ફેલાયો છે અને લોકો દ્વારા તંત્ર સમક્ષ આવી લારીઓ પર કડક ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.




