VIDEO: ફિલિપાઇન્સમાં ફાટ્યો જ્વાળામુખી, 87 હજાર લોકોનું રેસક્યૂં કરાયું
ફિલિપાઇન્સના કાનલૉન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે જેને કારણે લગભગ 87 હજાર લોકોનું રેસક્યૂં ક
ફિલિપાઇન્સના કાનલૉન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે જેને કારણે લગભગ 87 હજાર લોકોનું રેસક્યૂં કરવામાં આવ્યું છે .આ વિસ્ફોટથી આકાશમાં હજારો મીટર સુધી ગોટેગોટા જોવા મળ્યા હતા. ફિલિપાઇન્સ ઇંસ્ટીટ્યૂટ ઓફ વોલ્કેનેલોજી એન્ડ સીસ્મોલોજીએ ચેતવણી પણ જાહેર કરી છે. જ્વાળામુખીમાં થોડી વાર માટે વિસ્ફોટ થયો હતો વિશાળ રાખના પ્લુમ્સ અને ગેસના અત્યંત ગરમ પ્રવાહો અને કાટમાળ પશ્ચિમી ઢોળાવ નીચે વહી ગયો હતો.
મધ્ય નીગ્રોસ ટાપુ પર માઉન્ટ કાનલોનના વિસ્ફોટથી કોઇ નુકસાન થયું નથી પરંતુ ચેતવણી સ્તરને એક સ્તર વધારી દેવામાં આવ્યું હતું જેનાથી સંકેત મળે છે કે આગળ વધારે વિસ્ફોટ થઇ શકે છે.
ફિલિપાઇન્સના મુખ્ય જ્વાળાનુખી વિજ્ઞાન ટેરેસિટો બાકોલકોલ અને અન્ય અધિકારીઓએ જણાવ્યું કે જ્વાળામુખીની રાખ જ્વાળામુખીના પશ્ચિમમાં દરિયાઇ જળ પાર 200 કિલોમીટરથી વધારે દૂર જઇને પડી હતી.
આ પણ વાંચો: સીરીયાની અશાંતિનો ઈઝરાયેલે ઉઠાવ્યો લાભ, 'ગૉલન હાઈટ્સ' પર કર્યો સંપૂર્ણ કબજો
સિંગાપુર જતી ફ્લાઇટ રદ
ફિલિપાઈન્સની સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર જ્વાળામુખી ફાટવાને કારણે છ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને સિંગાપોરની એક ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. સોમવાર અને મંગળવારે બે સ્થાનિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. કેન્લોનના પશ્ચિમી અને દક્ષિણ ઢોળાવની નજીકના નગરો અને ગામોમાં સામૂહિક સ્થળાંતર કરવામાં આવી રહ્યું હતું, જે તેની રાખથી ઢંકાઈ ગયા હતા, જેમાં નેગ્રોસ ઓક્સિડેન્ટલના લા કાસ્ટેલાના શહેરનો સમાવેશ થાય છે, જ્યાંથી લગભગ 47,000 લોકોને 6 કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યા હતા.








