VIDEO :સ્પીડની મજા સજા બની, 1500 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતાં 8 યુવકોના કમકમાટીભર્યા મોત
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઊંડા આંબેનલી ઘાટમાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઊંડા આંબેનલી ઘાટમાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાતારા જિલ્લાના આસગાંવના 8 યુવકો બીચ સેલિબ્રેશન કરીને સ્કોર્પિયો કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે તીવ્ર વળાંક પર સ્પીડ વધુ હોવાને કારણે કાર કાબૂ બહાર ગઈ હતી અને અંદાજે 15૦૦ થી 2૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં તમામ 8 પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા. ઘટનાની જાણ થતાં જ પોલાદપુર, મહાડ, માણગાંવ અને મહાબળેશ્વરની બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ખીણના દુર્ગમ ભૂપ્રદેશને કારણે ભારે મુશ્કેલીઓ વચ્ચે અત્યાર સુધીમાં માત્ર બે વિકૃત થઈ ગયેલા મૃતદેહો જ બહાર કાઢી શકાયા છે, જ્યારે બાકીના 6 મૃતદેહોને બહાર કાઢવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
આ હૃદયદ્રાવક ઘટનાની અંદરની ખાસ વાત એ છે કે, જે ઘાટમાં આ અકસ્માત થયો તે આંબેનલી ઘાટ પશ્ચિમ ઘાટનો સૌથી જોખમી અને સાંકડા વળાંકોવાળો માર્ગ ગણાય છે, જ્યાં રાત્રિના સમયે ધુમ્મસ અને અંધારાને કારણે દ્રશ્યતા નહિવત થઈ જાય છે.. યુવકો ભારે ઉત્સાહમાં સ્પીડ લિમિટ ભૂલી ગયા હતા અને વળાંક પર બ્રેક મારવામાં થાપ ખાઈ ગયા હતા.. વિશેષ ચિંતાની વાત એ છે કે, ચોમાસું શરૂ થતા પહેલા જ આ ઘાટમાં અકસ્માતોનો ગ્રાફ વધી રહ્યો છે, જેને પગલે હવે વહીવટીતંત્ર આ બ્લેક સ્પોટ પર કાયમી ક્રેસ બેરિયર્સ અને રેડિયમ સાઈનબોર્ડ લગાવવાની ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં આવા કાળમુખા અકસ્માતો અટકાવી શકાય.




