VIDEO: પૂરના પાણી ઓસરતાં જ નવસારી મનપાની ૮ ટીમો અને ૧૦૦થી વધુ સફાઈ કર્મીઓ મેદાને!
નવસારીમાં પૂરની આફત બાદ પૂર્ણા નદીના પાણ

નવસારીમાં પૂરની આફત બાદ પૂર્ણા નદીના પાણી ઓસરતાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરને રોગચાળામાંથી ઉગારવા યુદ્ધના ધોરણે સફાઈ અને આરોગ્ય ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાએ ૮ વિશેષ ટીમો બનાવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૦૦ થી વધુ સફાઈ કર્મીઓને બોલાવીને શાંતાદેવી, ભેસ્તખાડા, રંગૂન નગર, મિથિલા અને રિંગ રોડ જેવા ભારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી તેજ કરી છે. બીજી તરફ ગણદેવી તાલુકામાં પૂર સંબંધિત ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થતાં આરોગ્ય વિભાગ ગંભીર બીમારીઓ અને રોગચાળો અટકાવવા સંપૂર્ણ સાબદું બન્યું છે. મનપા કમિશનર જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને સફાઈ લક્ષી સેવાઓ પૂર્ણ ક્ષમતા સાથે પૂરી પાડવામાં આવી રહી છે.




