VIDEO: Surat / ખેડૂતો માટે મહત્વનો દિવસ; દક્ષિણ ગુજરાતની 7 સુગર મિલો આજે જાહેર કરશે શેરડીના ભાવ
દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતી સુગર મિલો અને શેરડી પકવતા હજારો ખેડૂતો માટે

દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતી સુગર મિલો અને શેરડી પકવતા હજારો ખેડૂતો માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. ચાલુ વર્ષની શેરડી પીલાણની સીઝન પૂર્ણ થતાની સાથે જ આજે દક્ષિણ ગુજરાતની નામી સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની 7થી વધુ મુખ્ય સુગર મિલોમાં આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકો મળવાની છે. જેમાં સીઝનના અંતે આવક-ખર્ચનો હિસાબ માંડી ખેડૂતોને ચૂકવવા પાત્ર ફાઈનલ ભાવ નક્કી કરવામાં આવશે. આ બેઠક બાદ દરેક મિલો પોતાના ભાવોની સત્તાવાર જાહેરાત કરશે. જોકે, આ વર્ષે ઉત્પાદન ખર્ચમાં વધારો અને રિકવરીમાં ઘટાડાને કારણે ભાવો ગત વર્ષની સરખામણીએ કેવા રહેશે તેના પર ખેડૂતોની નજર ટકેલી છે. જેથી ખેડૂતોમાં ભારે ઉત્સુકતા અને ચિંતા પ્રવર્તી છે.


