હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ-પૂરને કારણે 62ના મોત, 56 લોકો ગાયબ

હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા કેટલાદ દિવસથી પડી રહેલા વરસાદને

હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા કેટલાદ દિવસથી પડી રહેલા વરસાદને પગલે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એક આખુ ગામ પણ પાણીમાં તણાઇ ગયુ છે. હિમાચલમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાતા વાયુ સેનાની પણ મદદ માંગવામાં આવી છે. અત્યાર સુધી 60થી વધુ લોકોના પાણીમાં તણાઇ જવાથી મોત થયા છે જ્યારે 56 લોકો ગાયબ થયા હોવાનું જાણવા મળે છે.

હિમાચલમાં ભારે વરસાદને પગલે તારાજી
 
હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ આપત્તિગ્રસ્ત વિસ્તાર સ્યાથી ગામ (ધરમપુર)ની મુલાકાત લીધી અને ખાસ રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે પશુધન અને ગૌશાળાના નુકસાન માટે વધારાના વળતરનું પણ વચન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર જે લોકોના ઘરો તૂટી ગયા છે તેમને જમીન પૂરી પાડશે. 

જાહેરાત

આ જિલ્લાઓમાં ચેતવણી જારી કરવામાં આવી

રાજ્યમાં વાદળ ફાટવાની 11 ઘટનાઓ, 4 અચાનક પૂર અને એક ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી, જેમાં મંડી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું હતું. હવામાન વિભાગે ચંબા, કુલ્લુ, મંડી, કાંગડા અને શિમલા જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી જારી કરી છે, જેના કારણે રાહત કાર્યમાં અવરોધ આવવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત