VIDEO: થૂથુકુડીમાં 61 દિવસની માછીમારીબંધી શરૂ, માછલીઓની આવક ઘટતા ભાવમાં વધારો થવાની શક્યતા

તમિલનાડુના થૂથુકુડી -ટુટીકોરિન માં 61 દિવસની વાર્ષિક માછીમારીબંધી શ

તમિલનાડુના થૂથુકુડી -ટુટીકોરિન માં 61 દિવસની વાર્ષિક માછીમારીબંધી શરૂ થતા માછીમારોએ દરિયો ખેડવાનું બંધ કર્યું છે. માછલીઓના સંવર્ધન કાળને ધ્યાનમાં રાખીને પૂર્વીય દરિયાકાંઠે 15 એપ્રિલથી 14 જૂન સુધી યાંત્રિક બોટ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન થૂથુકુડીના મુખ્ય ફિશિંગ હાર્બર પર માછીમારો પોતાની બોટોના સમારકામમાં વ્યસ્ત બન્યા છે. બોટના એન્જિનની સર્વિસ, કલર કામ અને જાળીઓના મેન્ટેનન્સ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ બંધીને કારણે બજારમાં માછલીઓની આવક ઘટતા ભાવમાં વધારો થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત