VIDEO: પીએમ મોદીના 76મા જન્મદિવસે રણછોડરાય મંદિરમાં ૬,૦૦૦ દીવડા પ્રગટાવી કરાઈ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે રણછોડરાયજી મંદિરમાં ભવ્ય અને રોશનીસભર ઉજવણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે રણછોડરાયજી મંદિરમાં ભવ્ય અને રોશનીસભર ઉજવણી કરવામાં આવી હતી. સાંજે 7:20 વાગ્યાના ટકોરે મંદિરના પરિસરમાં એકસાથે 6,000 જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ મનોરમ્ય દીપોત્સવથી મંદિરનું ગર્ભ ગૃહ, પરિસર, દીવાદાંડી તેમજ સમગ્ર મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું. મંદિરનો શિખર ભાગ અને ઘુમ્મટ રંગબેરંગી ઝગમગાટ રોશનીથી અલૌકિક સુંદરતાથી સજાવાયા હતા. આ શુભ પ્રસંગે ઉપસ્થિત ગામના અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે 'જયઘોષ' કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહવર્ધક બનાવી દીધું હતું.




