VIDEO: ખરીફ સિઝનનું 59.26 લાખ હેક્ટરમાં વાવેતર, તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ ઝુકાવ વધારે
ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન 2026 દરમિયાન સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરની

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન 2026 દરમિયાન સાર્વત્રિક વરસાદ બાદ વાવેતરની કામગીરીએ ઝડપ પકડી છે. કૃષિ વિભાગના આંકડા મુજબ, રાજ્યના અત્યાર સુધીમાં 59.26 લાખ હેક્ટર એટલે કે આશરે 70 ટકા જેટલાં વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 63 ટકાથી વધુ યોગદાન છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું 17.50 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેડૂતોનો તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ ઝુકાવ વધારે જોવા મળ્યો છે. ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીનના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યમાં સોયાબીનના સામાન્ય વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 99 ટકા એટલે કે 2.79 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે સોયાબીન બાદ સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળીનું 91 ટકા, મકાઈનું 90 ટકા, અડદનું 86 ટકા અને કપાસનું 84 ટકા વાવેતર થઈ ચૂક્યું છે.




