VIDEO: વડોદરામાં 500 કાવડિયાઓની ભવ્ય કાવડ યાત્રા
વડોદરામાં શ્રાવણ માસના અંતિમ સોમવારે નવનાથ મહાદેવ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી વિજયજી મ

વડોદરામાં શ્રાવણ માસના અંતિમ સોમવારે નવનાથ મહાદેવ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય શ્રી વિજયજી મહારાજની આગેવાનીમાં યોજાયેલી યાત્રામાં 500 કાવડિયાઓ 27 પવિત્ર નદીઓના જળ સાથે શહેરના નવનાથ મહાદેવ મંદિરોમાં અભિષેક કરશે. યાત્રા દરમિયાન ગંગા, નર્મદા, બ્રહ્મપુત્ર, કાવેરી, તાપી, મહીસાગર અને વિશ્વામિત્રી સહિતની પવિત્ર નદીઓના જળનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ કાવડ યાત્રાનું સ્વાગત કરી ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો છે. સાથે જ યુવાનોને નશામુક્તિ અને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે.




