VIDEO:દમણમાં નશાની હાલતમાં રોંગ સાઈડ જતાં 3 સુરતીઓને દાદાગીરી પડી મોંઘી, પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
સુરતીઓ પીવા માટે શનિ-રવિ સહિતના દિવસોએ દમણની વાટ પકડતા હોય છે. જોકે, દમણમાં દારૂના નશામા

સુરતીઓ પીવા માટે શનિ-રવિ સહિતના દિવસોએ દમણની વાટ પકડતા હોય છે. જોકે, દમણમાં દારૂના નશામાં ભાન ભૂલીને ત્રણ સુરતીઓ રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે કાર ચલાવતા હોવાથી પોલીસે રોક્યા હતા. નશાની હાલતમાં ત્રણેય યુવાનો દ્વારા પોલીસ સામે દાદાગીરી અને મારામારી કરવામાં આવી હતી. જોકે બાદમાં દમણ પોલીસે ત્રણેય નબીરાઓને ઝડપી લઈને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સાથે જ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરતા તમામ નશો દમણમાં જ ઉતરી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.




