મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરતમાં અસામાજિક તત્ત્વોનો આતંક આવ્યો સામે, મોપેડ પર આવેલા 3 ઈમસોએ રિક્ષા ચાલકને માર્યો માર

સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે. રોજી રોટીની શોધમાં દેશભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે પર

સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે. રોજી રોટીની શોધમાં દેશભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે પરપ્રાંતિયોની બહુધા વસતી ધરાવતા પાંડેસરામાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો હતો. અહિં અજાણ્યા ઈસમોએ રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલકને માર મારતો વીડિયો સામે આવ્યો હતો. સાથે જ અસામાજીક તત્વોએ રિક્ષાની તોડફોડ કરી હતી. નશાની હાલતમાં રિક્ષા ચાલક પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું. જાહેરમાં રિક્ષા ચાલક પર હુમલો થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. મોપેડ ચાલક જાહેરમાં ધમાલ મચાવી ફરાર થયા હતાં. હાલ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.

આ સમાચાર શેર કરો