મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: 2027ના વન-ડે વિશ્વકપનું શિડ્યૂલ જાહેર

આગામી વર્ષે રમાનારા વનડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થઈ ગયુ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ટૂર્નામેન્ટના ક્વૉલ

તસવીર: gstv

આગામી વર્ષે રમાનારા  વનડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થઈ ગયુ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ટૂર્નામેન્ટના ક્વૉલિફાયરની તારીખોની જાહેરાત કરી દીધી છે. 10 ટીમો વચ્ચે વર્ષ 2027ની ક્વૉલિફાયર 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ વચ્ચે રમાશે. તારીખોની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, ક્વૉલિફાયર મેચ ક્યાં રમાશે, એટલે કે વેન્યૂને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આગામી વિશ્વકપ નવા ફોર્મેટમાં રમાશે જેમાં 14 ટીમો ભાગ લેશે. ક્વૉલિફાયરમાં વિજેતા બનનારી ટીમ ડાયરેક્ટ 14 ટીમોના ગ્રુપમાં સ્થાન મેળવશે. ક્વૉલિફાયરમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે સુપર સિરીઝ રમાશે  જે વિશ્વકપનો પહેલો રાઉન્ડ હશે. આ રાઉન્ડમાં વિજેતા બનનારી ટીમ ટોપ-12માં સ્થાન પાકું કરશે. આ વખતનો વિશ્વકપ ત્રણ દેશોની યજમાનીમાં રમાશે, જેમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સામેલ છે. ટૂર્નામેન્ટની તમામ મેચો 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. જેમાં સૌથી વધુ 8 વેન્યૂ દક્ષિણ આફ્રિકાના હશે. બાકીના 3 વેન્યૂ ઝિમ્બાબ્વે અને 1 નામિબિયાનું હશે. વિશ્વકપ 04 ઓક્ટોબરથી 21 નવેમ્બર વચ્ચે રમાશે.

આ સમાચાર શેર કરો