મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માતની ઘટનામાં 15 વર્ષની કિશોરીનું ઘટનાસ્થળે જ મોત

રાજકોટ-જામનગર હાઈવે પર જલારામ ગાંઠિયા પાસે કનૈયા ટ્રાવેલ્સની બસે ટુ-વ્હીલરને અડફ

તસવીર: GSTV

રાજકોટ-જામનગર હાઈવે પર જલારામ ગાંઠિયા પાસે કનૈયા ટ્રાવેલ્સની બસે ટુ-વ્હીલરને અડફેટે લેતા જેમાં ૧૫ વર્ષની કિશોરીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેની ૧૦ વર્ષની બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને તેની સારવાર ICUમાં ચાલી રહી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. અકસ્માત કરનાર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો છે. જામનગર રોડ પર અકસ્માતોની સંખ્યા વધતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો