VIDEO:TMCના ૧૫ સાંસદો આપશે રાજીનામું
મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ TMC માં મોટું ભંગાણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનરજીની મુશ્કેલીઓમાં સતત વધારો

મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ TMC માં મોટું ભંગાણ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનરજીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તૃણમૂલ કોંગ્રેસ TMC પક્ષ હવે અંદરખાનેથી તૂટવા તરફ જઈ રહ્યો છે. મમતા બેનરજીના અત્યંત નજીકના ગણાતા લોકસભા સાંસદ કાકોલી ઘોષે પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કાકોલી ઘોષ છેલ્લા ચાર દાયકાથી પક્ષ સાથે વફાદાર રહ્યા હોવા છતાં તેમની અવગણના થતાં તેઓ નારાજ હતા. મમતા બેનરજીએ કાકોલી ઘોષને હટાવીને કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપની મહત્વની જવાબદારી સોંપી દીધી હતી. કાકોલી ઘોષના આ મોટા પગલા બાદ હવે ટીએમસીના અન્ય ૧૫ જેટલા સાંસદો પણ રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. માત્ર સાંસદો જ નહીં, પણ એક ડઝનથી વધુ ધારાસભ્યો પણ મમતા બેનરજીની કાર્યશૈલીથી ભારે નારાજ હોવાના અહેવાલ છે. પક્ષમાં ચાલી રહેલા આ આંતરિક બળવા અને મોટા ભંગાણનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટી BJP ને મળી શકે છે. ટીએમસીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે નંદીગ્રામની આગામી પેટાચૂંટણી માટે તેમને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે. પક્ષના આશરે ૧૮ જેટલા ટોચના નેતાઓ આગામી દિવસોમાં ટીએમસીનો સાથ છોડીને નવો મોરચો માંડે તેવી પૂરી સંભાવના છે.




