મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કાનપુરમાં 146 કરોડના ફ્રોડ કેસનો મામલો, પોલીસે કથિત માસ્ટરમાઇન્ડની કરી ધરપકડ

કાનપુરમાં 146 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો સાથે જોડાયેલા મોટા

કાનપુરમાં 146 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો સાથે જોડાયેલા મોટા ફ્રોડ કેસમાં પોલીસે કથિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અનેક બોગસ કંપનીઓ ઉભી કરી કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી. નકલી ફર્મોના નામે બેંક એકાઉન્ટ ખોલી ગેરકાયદેસર રીતે રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ સમગ્ર ગોટાળો શેલ કંપનીઓ અને ખોટા દસ્તાવેજોના આધારે ચલાવવામાં આવતો હોવાનું તપાસ એજન્સીઓએ જણાવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી અને તેના સાગરિતોએ અનેક લોકો અને સંસ્થાઓને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. પોલીસે આરોપી પાસેથી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પણ કબજે કર્યા છે. આ કેસમાં અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આર્થિક ગુનાખોરીના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અનેક એજન્સીઓ સંયુક્ત કાર્યવાહી કરી રહી છે.

આ સમાચાર શેર કરો