મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વ્યાજખોરોના કબ્જામાંથી 1 કરોડનો મુદ્દામાલ પરત

રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરીના કેસમાં કાર્યવાહી કરતા આરોપીના કબ્જામાં રહેલો એક કરોડ રૂપ

રાજકોટ ગ્રામ્ય પોલીસે વ્યાજખોરીના કેસમાં કાર્યવાહી કરતા આરોપીના કબ્જામાં રહેલો એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પીડિત પરિવારોને પરત કરાવ્યો છે. તાજેતરમાં સુલતાનપુર પોલીસ મથકે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ હતી. બે અલગ અલગ ગુનામાં આરોપી હનીફ ઉર્ફે કાળુ સલાટની ધરપકડ કરી પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.21 લાખના દાગીના, રૂ.30 લાખના 24 જેટલા વાહનો, 23 ચેક તેમજ બે જમીનના દસ્તાવેજો કબજે કર્યા હતા. સમગ્ર મુદ્દામાલ ભોગવનારાઓને પરત કરાતા પરિવારોમાં રાહતની લાગણી જોવા મળી છે.

આ સમાચાર શેર કરો