Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / ઇયર એન્ડર ૨૦૨૪ : 5 sports controversies that trend in India this year

YEAR ENDER 2024 / વિનેશ ફોગાટથી લઈને અંતિમ પંઘાલ સુધી, સ્પોર્ટ્સ જગતમાં આ વર્ષે થયેલા 5 સૌથી મોટા વિવાદો

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2024
લાઇવ ટીવીGoogle News
YEAR ENDER 2024 / વિનેશ ફોગાટથી લઈને અંતિમ પંઘાલ સુધી, સ્પોર્ટ્સ જગતમાં આ વર્ષે થયેલા 5 સૌથી મોટા વિવાદો

વર્ષ 2024 ભારતના સ્પોર્ટ્સ જગત માટે ખૂબ જ શાનદાર રહ્યું છે જેમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે ચેસમાં ડી ગુકેશ ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ખેલાડીઓની ચમક પેરિસ ઓલિમ્પિકમાં પણ જોવા મળી હતી, જેમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. તો મનુ ભાકર શૂટિંગમાં 2 મેડલ જીતવામાં સફળ રહી હતી. જોકે, આખા વર્ષ દરમિયાન કેટલાક એવા વિવાદો જોવા મળ્યા જેણે ઘણી હેડલાઇન્સ પણ મેળવી, અમે તમને વર્ષ 2024માં સ્પોર્ટ્સ જગતમાં થયેલા 5 સૌથી મોટા વિવાદો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

App Store

આ પણ વાંચો: YEAR ENDER 2024 / ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી 10 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, ટોપ પર છે આ ટૂર્નામેન્ટ

પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાય

વર્ષ 2024માં, ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઈનલ માટે ક્વોલિફાય થયેલી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે ગોલ્ડ મેડલ મેચ પહેલા ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું હતું. તેણે આ નિર્ણય સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) માં અપીલ કરી હતી, પરંતુ તેમનો નિર્ણય ફોગાટની વિરુદ્ધ આવ્યો હતો. આ કારણે તેનું મેડલ જીતવાનું સપનું સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું હતું. આ નિર્ણય બાદ ફોગાટે રેસલિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

ઈગોર સ્ટિમેક અને AIFF વચ્ચેનો વિવાદ હેડલાઇન્સમાં રહ્યો

ભારતીય ફૂટબોલ માટે આ ખૂબ જ મુશ્કેલ વર્ષ હતું, જેમાં તે વર્ષ 2026માં યોજાનાર ફિફા વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શક્યું ન હતું. ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનને જોતા, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ હેડ કોચ ઈગોર સ્ટિમેકને બરતરફ કર્યા અને તેનો કરાર પણ સમાપ્ત કર્યો. સ્ટીમેકે આ નિર્ણય બાદ AIFF અને તેના અધ્યક્ષ કલ્યાણ ચૌબેની ભારે ટીકા કરી હતી. તેણે ફિફાનો પણ સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેની બાકી રકમ ચૂકવવામાં આવી નથી. બાદમાં AIFF એ કોચને 400,000 ડોલરની ચૂકવ્યા હતા.

અંતિમ પંઘાલ પેરિસ ઓલિમ્પિકમાં નિયમોની અવગણના કરવા બદલ સ્વદેશ પરત ફરી

જ્યાં એક તરફ પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટનો વિવાદ જોવા મળ્યો હતો, તો બીજી તરફ અન્ય ભારતીય રેસલર અંતિમ પંઘાલને નિયમોની અવગણના કરવા બદલ દેશ પરત ફરવું પડ્યું હતું. પંઘાલે તેની બહેનને ગેમ્સ વિલેજમાં જવા માટે તેનું આઈડી કાર્ડ આપ્યું હતું, જે સંપૂર્ણપણે નિયમોની વિરુદ્ધ હતું અને તેને શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેને તાત્કાલિક દેશ છોડી દેવાનો આદેશ મળ્યો હતો.

ઈશાન કિશન અને શ્રેયસ અય્યર BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર 

શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને BCCIએ વર્ષની શરૂઆતમાં તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદીમાંથી બહાર કરી દીધા હતા. આ બંનેને BCCIની સૂચનાઓનું પાલન ન કરવા બદલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જેમાં તેમને ટીમ ઈન્ડિયામાંથી બહાર રહીને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું કહેવામાં આવ્યું હતું.

ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કિશને અંગત કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો, પરંતુ તે બરોડામાં હાર્દિક પંડ્યા સાથે ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. તે ડીવાય પાટિલ T20 ટૂર્નામેન્ટ રમવા માટે પાછો ફર્યો, પરંતુ ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ નહતો રમ્યો. અય્યરને ઈંગ્લેન્ડ સામેની ઘરેલું ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયામાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને રણજી ટ્રોફીમાં મુંબઈ માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા હતી. તેના બદલે, તેણે કહ્યું કે તેને ખભામાં દુખાવો છે અને તે મેચ ચૂકી ગયો. દરમિયાન, NCAએ તેને ફિટ જાહેર કર્યા હતા અને બાદમાં BCCI દ્વારા બંનેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલ વચ્ચે વિવાદ

કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કા IPL 2024ની એક મેચ પછી મેદાન પરની ઉગ્ર વાતચીત માટે સમાચારમાં હતા. લખનૌ સુપર જાયન્ટ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચમાં હારી ગઈ હતી. LSG માટે આ એક મહત્ત્વપૂર્ણ મેચ હતી, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની શાનદાર બેટિંગના કારણે લખનૌને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ સમાપ્ત થયા બાદ લખનૌ ટીમનો કેપ્ટન કેએલ રાહુલ LSGના માલિક સંજીવ ગોયન્કા સાથે વાત કરતો જોવા મળ્યો હતો, જે કથિત રીતે ખૂબ જ વિચિત્ર લાગતું હતું. તે સમયે, ગોએન્કા રાહુલને ઠપકો આપતા જોવા મળ્યા હતા અને આ ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો હતો, ઘણા ફેન્સે ભારતીય ક્રિકેટરને જાહેરમાં અપમાનિત કરવા બદલ સંજીવ ગોએન્કાની ભારે ટીકા કરી હતી.