Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / ઇયર એન્ડર ૨૦૨૪ : 10 most searched sports events in India this year

YEAR ENDER 2024 / ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી 10 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, ટોપ પર છે આ ટૂર્નામેન્ટ

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
YEAR ENDER 2024 / ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી 10 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, ટોપ પર છે આ ટૂર્નામેન્ટ

ક્રિકેટ ભારતની સૌથી મોટી રમત છે. દર વર્ષે આ રમત નવી ઉંચાઈએ પહોંચી રહી છે. કરોડો ફેન્સ સ્કોર કાર્ડ અથવા તેમના મનપસંદ ખેલાડીઓને કારણે Google પર મોટી સ્પોર્ટ્સ ટટૂર્નામેન્ટ વિશે સર્ચ કરતા રહે છે. વર્ષ 2024 ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ રહ્યું. તેની પાછળનું કારણ એ હતું કે ટીમ ઈન્ડિયાએ 17 વર્ષની લાંબી રાહ બાદ બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી પણ આ ટૂર્નામેન્ટ નહીં અન્ય એક ટૂર્નામેન્ટ ભારતમાં ગૂગલ પર સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે. ચાલો તમને જણાવીએ વર્ષ 2024માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સ્પોર્ટ્સ ઈવેન્ટ અથવા ટૂર્નામેન્ટ વિશે.

App Store

આ પણ વાંચો: YEAR ENDER 2024 / વર્લ્ડ કપની જીતે આ વર્ષને બનાવ્યું ખાસ, T20માં આવું રહ્યું ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

ટોપ છે આ ટૂર્નામેન્ટ

ટીમ ઈન્ડિયાએ ભલે આ વર્ષે T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી લીધી હોય, પરંતુ T20 વર્લ્ડ કપ વર્ષ 2024માં સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની ટોપ સર્ચમાં બીજા સ્થાને છે. આ વર્ષે પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો દબદબો જોવા મળ્યો હતો. IPL એ ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સ્પોર્ટ્સ ઈવેન્ટ છે. IPL 2024નું ટાઈટલ આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે જીત્યું હતું.

અન્ય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ

જો આપણે ગૂગલ પર સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે ટોપ 10 સર્ચ પર એક નજર કરીએ તો તેમાં ક્રિકેટની 5 ટૂર્નામેન્ટ છે. અન્ય પાંચ ટૂર્નામેન્ટમાં એક કબડ્ડી, ત્રણ ફૂટબોલ અને એક ઓલિમ્પિક છે. ત્રણ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન સુપર લીગ, કોપા અમેરિકા અને યુઈએફએ યુરોનો સમાવેશ થાય છે. IPL અને T20 વર્લ્ડ કપ ઉપરાંત વિમેન્સ પ્રીમિયર લીગ, દુલીપ ટ્રોફી અને અંડર 19 વર્લ્ડ કપનો આ યાદીમાં સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો એક સાથે સમગ્ર ટોપ 10 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પર એક નજર કરીએ.

વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ થયેલી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ

  1. ઈન્ડિયન પ્રીમિયર લીગ
  2. T20 વર્લ્ડ કપ
  3. ઓલિમ્પિક્સ
  4. પ્રો કબડ્ડી લીગ
  5. ઈન્ડિયન સુપર લીગ
  6. વિમેન્સ પ્રીમિયર લીગ
  7. કોપા અમેરિકા
  8. દુલીપ ટ્રોફી
  9. યુઈએફએ યુરો
  10. અંડર 19 વર્લ્ડ કપ