VIDEO: ઝેલેન્સ્કીની યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત, યુદ્ધમાં યુક્રેન વિજય યોજના મુદ્દે કરી ચર્ચા
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુક્રેન વિજય યોજના અંગે ચર્ચા કરવા યુએસ પ્રમુખ જો બાઈડ

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી યુક્રેન વિજય યોજના અંગે ચર્ચા કરવા યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન ઝેલેન્સકીએ અમેરિકન સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આ યુદ્ધની શરૂઆતથી જ અમેરિકા યુક્રેનની સાથે ઉભું રહ્યું છે. યુક્રેન માટે 80 લાખ રૂપિયાના નવા પેકેજ અને સહાયની જાહેરાત બાદ વ્હાઇટ હાઉસમાં આ બેઠક થઈ હતી.
https://twitter.com/ANI/status/1839417819953545662
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત દરમિયાન, મેં તેમને વિજય યોજના રજૂ કરી તેને મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. અમે અમારા વિચારો અને દૃષ્ટિકોણ શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, "મને ખુશી છે કે ,રશિયા સાથે યુદ્ધની શરૂઆતથી યુક્રેન અને અમેરિકા એકસાથે ઉભા છે. તમારો દૃઢ સંકલ્પ અમને મજબૂત બનાવવા માટે અતિ મહત્ત્વપૂર્ણ છે."
https://twitter.com/ZelenskyyUa/status/1839417009739894871
યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેન સાથે એકતા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, રશિયા સાથેના આ યુદ્ધમાં યુક્રેન જીતશે. આજે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને હું યુદ્ધના મેદાનમાં યુક્રેનની સ્થિતિને મજબૂત કરવા પર ચર્ચા કરવા માટે ફરી મળ્યા. અહીં બે બાબતો સ્પષ્ટ છે. એક તો આ યુદ્ધમાં યુક્રેન જીતશે અને અમેરિકા દરેક બાબતે યુક્રેન સાથે ઊભું રહેશે.
ઝેલેન્સકીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ તેમના વિજય યોજનાની ચર્ચા કરી હતી. અમારા માટે યુએસ સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે આ યુદ્ધનો અંત લાવવો પડશે અને ન્યાયી શાંતિ પ્રાપ્ત કરવી પડશે. લોકોને બચાવવા પડશે. આપણે યુક્રેનના લોકો, યુક્રેનિયન બાળકોને અને દરેકને પુતિનની દુષ્ટ નજરથી બચાવવાના છે. અમે ભાગ્યશાળી છીએ કે આ સ્થિતિમાં યુનાઇટેડ રાજ્યો હંમેશા યુક્રેન સાથે ઉભા રહ્યા છે.






