પતિની દગાખોરીથી બચવા પત્નીઓ લઈ રહી છે 'સ્પેશિયલ ટ્રેનિંગ', અહીં ચાલી રહ્યો છે અનોખો કેમ્પ
આજે દુનિયાના દરેક ભાગમાં પતિ-પત્ની વચ્ચે વિખવાદના કિસ્સા જોવા મળે છે. બોયફ્રેન્ડ-ગર્લફ

આજે દુનિયાના દરેક ભાગમાં પતિ-પત્ની વચ્ચે વિખવાદના કિસ્સા જોવા મળે છે. બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ અથવા પતિ-પત્નીના સંબંધોમાં,એક દ્વારા વિશ્વાસઘાતના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. આવી સ્થિતિમાં, છેતરાયેલી વ્યક્તિને આવું પણ સાંભળવ મળે છે કે, કદાચ તારા માં જ કોઇ ખામી હશે જેથી તારી સાથે આવું બન્યું. ખાસ કરીને દગો મહિલાઓ માટે આવું અચૂક સાંભળવા મળે છે. જો કે, આ ખૂબ જ ખોટી દલીલ છે, પરંતુ ચીનમાં આનાથી પણ એક ડગલું આગળ કંઈક ચાલી રહ્યું છે. અહીં પત્નીઓ માટે ખાસ કેમ્પ ખોલવામાં આવ્યા છે.
ચીનમાં 'સેક્સ અપીલ ટ્રેનિંગ કેમ્પ'
ચીનમાં આધેડ વયની પત્નીઓ માટે 'સેક્સ અપીલ ટ્રેનિંગ કેમ્પ' ચલાવવામાં આવી રહી છે જેથી તેમના પતિ તેમની સાથે દગાખોરી ન કરે. ગયા જુલાઈમાં, મહિલાઓનું એક જૂથે ઝેજિયાંગ પ્રાંતના પૂર્વી શહેર હેંગઝોઉમાં બે દિવસીય કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં દરેક સહભાગી પાસેથી 2,999 યુઆન (US$420 - આશરે રૂ. 35,000)ની ફી લેવામાં આવી હતી.
ઈવેન્ટની જાહેરાત કરતા એક પોસ્ટરમાં લખ્યું છે: 'સેક્સ અપીલ એ સ્ત્રીની તેના જીવન પર નિયંત્રણ લેવાની રીત છે.' આ દૃષ્ટિકોણ પરંપરાગત ચાઇનીઝ માન્યતાઓ સાથે વિરોધાભાસી છે, જે સેક્સને મુખ્યત્વે પ્રજનન માટે સંવેદનશીલ અને ખાનગી બાબત તરીકે જુએ છે. પોસ્ટર અનુસાર, આ શિબિરમાં મહિલાઓ માટે બ્લેક સ્ટોકિંગ્સ સાથે ફોર્મ-ફિટિંગ ચેઓંગસામ પહેરવાનું ફરજિયાત હતું.
ઓનલાઈન સૂત્રોએ જણાવ્યું કે તેમાં ભાગ લેનારી મોટાભાગની મહિલાઓની ઉંમર 35 થી 55 વર્ષની વચ્ચે હતી. નામ જાહેર ન કરવાની શરતે કાર્યક્રમમાં હાજરી આપનાર 54 વર્ષીય મહિલાએ જણાવ્યું હતું કે તેણીને તેના પુત્રના સહપાઠી માટે લાગણી થવા લાગી હતી અને પછી તેણીને તેના ઘટતા આકર્ષણનો અહેસાસ થયો હતો.
ઘણી સ્ત્રીઓ આવી
બીજી એક ગૃહિણી હતી જે તેના પતિની બેવફાઈ જાણ્યા પછી છૂટાછેડાની શક્યતાનો સામનો કરી રહી હતી. આ સિવાય અહીં પહોંચેલી એક માતાએ જણાવ્યું કે કેવી રીતે તેના પૂર્વ પતિએ તેને છોડી દીધી અને તેની બચત પણ છીનવી લીધી. પોસ્ટર વાંચીને તે તાલીમ શિબિર તરફ આકર્ષાઈ. પોસ્ટરમાં લખ્યું હતું- તમારા લગ્નજીવનમાં જુસ્સો જગાડો, તમારી સેક્સ લાઈફને પુનર્જીવિત કરો.
તાલીમ લેનાર મહિલાએ જણાવ્યું હતું કે, 'તાલીમથી તેને તેનું સ્વ-મૂલ્ય શોધવામાં મદદ મળી અને તેને વિશ્વાસ કરવા પ્રોત્સાહિત કર્યા કે આધેડ વયની સ્ત્રીઓ શક્તિશાળી અને આકર્ષક હોઈ શકે છે. ચીનના સોશિયલ મીડિયાએ જણાવ્યું કે આ કેમ્પનું આયોજન સેક્સ અપીલ એકેડમી નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા પ્રશિક્ષકોએ દાવો કર્યો હતો કે તેઓએ તાલીમ માટે સેક્સમાં વિશેષજ્ઞ ડોકટરોને રાખ્યા હતા.
'ખોટા માણસોને સુધારવાને બદલે...'
આલ્વેસ નામના એક ટ્રેનરના ડુયિન પર 120,000 ફોલોઅર્સ છે. જો કે, સત્તાવાર ચાઇના સેક્સોલોજી એસોસિએશનની વેબસાઇટ પર સેક્સ અપીલ એકેડમી અથવા તેના ટ્રેનર્સ વિશે કોઈ માહિતી મળી નથી. લોકો સોશિયલ મીડિયા પર આ કેમ્પનો વિરોધ કરી રહ્યા છે અને તેને ગેરકાયદેસર ધંધો ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે અહીં ખોટા પુરૂષોને સુધારવાને બદલે માત્ર મહિલાઓને સુધારવામાં આવી રહી છે. આ બહુ ખોટું છે.








