Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Will America and Russia create a 'master plan' to prevent war with Iran? Donald Trump and Putin held talks

VIDEO: અમેરિકા અને રશિયા બનાવશે ઈરાન યુદ્ધ રોકવાનો 'માસ્ટર પ્લાન'? ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે થઈ વાતચીત

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે એક કલાક સુધી ટેલિફોનિક વાતચીત થઈ છે. 

App Store

અમેરિકા અને રશિયા બનાવશે ઈરાનનો માસ્ટર પ્લાન? 

સોમવારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક કલાક સુધી ઈરાન અને યુક્રેન મુદ્દે ટેલિફોનિક વાતચીત થઈ. રશિયાના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન ઈરાન યુદ્ધ રોકવાનો ખાસ પ્લાન શેર કર્યો હતો. રશિયાનો દાવો છે કે આ વાતચીતની પહેલ અમેરિકાએ કરી હતી. 

યુક્રેન અને વેનેઝુએલા મુદ્દે પણ ચર્ચા 

આ સાથે જ પુતિને યુક્રેન મામલે ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહેલી મધ્યસ્થીના પણ વખાણ કર્યા. તેમણે ઈરાન અને યુક્રેન ઉપરાંત, બંને નેતાઓએ વેનેઝુએલાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. 

ઈરાન રશિયાનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે, જ્યારે અમેરિકા ઈઝરાયલની પડખે છે. આ સંજોગોમાં ટ્રમ્પ અને પુતિન વચ્ચેનો આ સંવાદ સીઝફાયર તરફનો પ્રથમ મોટો સંકેત હોઈ શકે છે.