મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કટ્ટરપંથીઓ ISKCONની વિરુદ્ધ કેમ? બાંગ્લાદેશમાં કેટલા મંદિરો છે, આવો જાણીએ

છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે

કટ્ટરપંથીઓ ISKCONની વિરુદ્ધ કેમ? બાંગ્લાદેશમાં કેટલા મંદિરો છે, આવો જાણીએ

છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON)ના વડા ચિન્મય કૃષ્ણ દાસની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ત્યાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ તેજ થઈ ગઈ છે.

4 મહિના પહેલા 5 ઓગસ્ટ, 2024ના રોજ થયેલા તખ્તાપલટ બાદ દેશમાં સ્થિતિ વણસી રહી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પડી અને તેઓ ત્યાંથી ભાગીને ભારતમાં રહેવા લાગી. એટલું જ નહીં, માત્ર ઈસ્કોન મંદિર પર હુમલો કરવાની વાત નથી. ત્યાં હાજર અન્ય મંદિરોને કટ્ટરપંથી ઈસ્લામિક જૂથો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશમાં હાલમાં 40,000 મંદિરો છે.

શેખ હસીના સરકારના પતન અને રાજકીય અસ્થિરતા વચ્ચે કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ ISKCONને નિશાન બનાવ્યું છે. તેની વિરુદ્ધ #BanISKCON અને #ISKCONisTerrorist જેવા ઓનલાઈન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, અને તેને દેશની સુરક્ષા અને સાંપ્રદાયિક સ્થિરતા માટે ખતરો ગણાવવામાં આવી રહી છે. અગાઉ, હસીનાના ગયા પછી તરત જ, ખુલના વિભાગના મેહેરપુરમાં એક ISKCON મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી.

કટ્ટરપંથી ઇસ્લામિક જૂથોને ખુશ કરવાનો પ્રયાસ

બાંગ્લાદેશની નવી યુનુસ સરકાર પર કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોને ખુશ કરવાનો અને ISKCON પર હુમલાને મંજૂરી આપવાનો આરોપ છે. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન હેફાઝત-એ-ઈસ્લામે શુક્રવારની નમાજ પછી ISKCON વિરુદ્ધ રેલી કાઢી હતી, જેમાં વિરોધીઓએ ISKCON પર પ્રતિબંધની માંગણી કરીને તેના સમર્થકો વિરુદ્ધ હિંસક સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર #BanISKCON અને #ISKCONisTerrorist જેવા હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ સિવાય ISKCON પર હિંસા ભડકાવવા અને શેખ હસીનાની પાર્ટી અવામી લીગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અવામી લીગનો વિરોધ કરતા ઈસ્લામિક જૂથોએ ISKCONને અવામી લીગનો સમર્થક ગણાવીને નિશાન બનાવ્યું હતું.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

ISKCONનું બાંગ્લાદેશમાં સારું નેટવર્ક

બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચ અને ISKCONના સભ્યોએ હિંદુઓ પરના હુમલાઓ વિરુદ્ધ રેલીઓનું આયોજન કર્યું હતું. ISKCON પર પ્રતિબંધ લગાવવાથી હિન્દુ સમુદાયમાં અસુરક્ષા વધશે અને તેમની ઓળખ પર ખતરો વધી જશે. ISKCONનું બાંગ્લાદેશમાં સારું નેટવર્ક છે. બાંગ્લાદેશમાં, ISKCON મંદિરો ઢાકા, મૈમનસિંહ, રાજશાહી, રંગપુર, ખુલના, બરીસાલ, ચટ્ટોગ્રામ અને સિલ્હેટમાં હાજર છે. અહીં મંદિરમાં માનનારા અને પૂજા કરનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. તેની સંપત્તિ પણ ઘણી વધારે છે. તે દરરોજ બાંગ્લાદેશમાં ગરીબોની મદદ કરે છે. ગયા મહિને બાંગ્લાદેશમાં આવેલા પૂરમાં પણ ISKCON મંદિરના લોકોએ ઘણી મદદ કરી હતી.

આ સમાચાર શેર કરો