Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Who is Pakistani citizen Asif Merchant? Who planned to assassinate Donald Trump?

કોણ છે પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટ? જેણે Donald Trump ની હત્યા કરવાની બનાવી હતી યોજના 

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
કોણ છે પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટ? જેણે Donald Trump ની હત્યા કરવાની બનાવી હતી યોજના 
સોર્સ : gstv

અમેરિકાના રાજકીય ઈતિહાસમાં વિદેશી ધરતી પરથી રચાયેલા કાવતરાંઓ નવા નથી, પરંતુ તાજેતરમાં જે ખુલાસો થયો છે તેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. એક પાકિસ્તાની નાગરિક, જેની ઓળખ આસિફ મર્ચન્ટ તરીકે થઈ છે, તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું રચવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ કાવતરાના તાર સીધા ઈરાન સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.

App Store

કોણ છે આસિફ મર્ચન્ટ?

આસિફ મર્ચન્ટ એક પાકિસ્તાની નાગરિક છે જેની ઉંમર અંદાજે 46 વર્ષ છે. તેની પૃષ્ઠભૂમિ તપાસતા જાણવા મળ્યું છે કે તે લાંબા સમય સુધી ઈરાનમાં રહ્યો હતો અને તેની પત્ની તથા બાળકો પણ ત્યાં જ રહે છે. અમેરિકન તપાસ એજન્સી FBI (એફબીઆઈ) ના મતે, મર્ચન્ટના સંબંધો ઈરાની સરકાર અને ત્યાંની સુરક્ષા એજન્સીઓ સાથે હોવાના મજબૂત પુરાવા છે. તે પાકિસ્તાનથી વારંવાર ઈરાન જતો હતો અને ત્યાંથી જ તેને આ ઘાતક મિશન સોંપવામાં આવ્યું હોવાની આશંકા છે.

હત્યાનું આખું પ્લાનિંગ: કેવી રીતે રચાયું કાવતરું?

આસિફ મર્ચન્ટ એપ્રિલ 2024 માં પાકિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. તેનો હેતુ કોઈ વેપાર કે પ્રવાસ નહોતો, પરંતુ અમેરિકાની ધરતી પર હાઈ-પ્રોફાઈલ રાજકીય હત્યાઓને અંજામ આપવાનો હતો. તેના પ્લાનિંગના મુજબ,  ન્યૂયોર્ક પહોંચ્યા પછી, મર્ચન્ટે એવા લોકોની શોધ શરૂ કરી જેઓ પૈસા માટે હત્યા કરી શકે. કિસ્મતજોગે, મર્ચન્ટ જે બે વ્યક્તિઓને 'સુપારી' આપવા માંગતો હતો, તેઓ હકીકતમાં FBI ના અંડરકવર ઓફિસરો હતા. મર્ચન્ટે તેમને પ્રોફેશનલ કિલર સમજીને વિશ્વાસમાં લીધા.

મર્ચન્ટે આ કામ માટે 5,000 ડોલર (અંદાજે 4 લાખ રૂપિયાથી વધુ) એડવાન્સ પેમેન્ટ તરીકે આપ્યા હતા. તેણે કુલ રકમ ઘણી મોટી આપવાનું વચન આપ્યું હતું. તેની હિટ-લિસ્ટમાં સૌથી મોટું નામ ડોનાલ્ડ ટ્રમ્પનું હતું. આ સિવાય અન્ય અમેરિકન અધિકારીઓ અને રાજનેતાઓ પણ તેના નિશાન પર હતા.

ઈરાનનું કનેક્શન અને બદલાની ભાવના

આ કાવતરા પાછળનું મુખ્ય કારણ 'બદલો' હોવાનું મનાય છે. વર્ષ 2000 માં (અને ત્યારબાદ 2020 માં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા) અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરોને ડ્રોન હુમલામાં ઠાર કર્યા હતા. ત્યારથી ઈરાન જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે મર્ચન્ટ ઈરાની સૂચનાઓ પર જ કામ કરી રહ્યો હતો જેથી અમેરિકામાં ચૂંટણી પહેલા અરાજકતા ફેલાવી શકાય.

બ્રુકલિન કોર્ટમાં સુનાવણી

હાલમાં આસિફ મર્ચન્ટ વિરુદ્ધ ન્યૂયોર્કની બ્રુકલિન ફેડરલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓમાં વીડિયો ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ્સ સામેલ છે, જેમાં મર્ચન્ટ હોટલોમાં બેસીને હત્યાની યોજના સમજાવતો જોવા મળે છે. જો તેના પર લાગેલા આરોપો સાબિત થશે, તો તેને અમેરિકામાં આજીવન કેદની સજા થઈ શકે છે.

બીજો હુમલો: રયાન રૂથનું કાવતરું

આસિફ મર્ચન્ટ સિવાય ફ્લોરિડામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ થયો હતો. રયાન રૂથ નામના 60 વર્ષીય વ્યક્તિએ ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં ઝાડીઓમાં છુપાઈને રાઈફલ સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સીક્રેટ સર્વિસના એજન્ટોની સતર્કતાને કારણે તે સફળ થઈ શક્યો નહીં. તાજેતરમાં જ કોર્ટે રયાન રૂથને આજીવન કેદની સજા ફટકારી છે.

આ ઘટનાઓએ અમેરિકન સુરક્ષા એજન્સીઓ માટે લાલ બત્તી સમાન છે. એક તરફ ઘરેલુ કટ્ટરપંથીઓ અને બીજી તરફ વિદેશી શક્તિઓ (જેમ કે ઈરાન) ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવી રહ્યા છે. આસિફ મર્ચન્ટની ધરપકડ એ અમેરિકાની આંતરિક સુરક્ષા માટે મોટી સફળતા ગણાય છે, કારણ કે જો આ કાવતરું સફળ થયું હોત તો વિશ્વના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હોત.