મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શું હિજબુલ્લાહ ચીફ નસરાલ્લાહ ઈઝરાયેલના હુમલામાં માર્યો ગયો? નથી થઈ રહ્યો સંપર્ક

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુને વધુ ઉગ્ર બની રહી છે અને લેબનોનના સામાન્ય લોકો પણ તેની કિંમ

શું હિજબુલ્લાહ ચીફ નસરાલ્લાહ ઈઝરાયેલના હુમલામાં માર્યો ગયો? નથી થઈ રહ્યો સંપર્ક

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુને વધુ ઉગ્ર બની રહી છે અને લેબનોનના સામાન્ય લોકો પણ તેની કિંમત ચૂકવી રહ્યા છે. ભારતીય સમય અનુસાર શુક્રવારે મોડી સાંજે ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતમાં એક પછી એક અનેક હવાઈ હુમલા કર્યા. આ હુમલો UNGCમાં નેતન્યાહૂના ભાષણ પછી થયો હતો. લેબનોનમાં આ ઈઝરાયેલનો સૌથી ગંભીર હુમલો માનવામાં આવે છે.

બેરૂત પર ઇઝરાયેલનો હુમલો 

આ હુમલા બાદ આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. ઈઝરાયેલે બેરૂતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો હતો. આ હેડક્વાર્ટર રિયાશી બિલ્ડિંગની નીચે હતું. કહેવામાં આવી રહ્યું છે કે હિજબુલ્લાહના ચીફ નસરાલ્લાહે તેમાં બંકર બનાવ્યું હતું.  કહેવામાં આવ્યું હતું કે બંકરમાં નરસંહાર થઈ શકે છે.

જો કે સૂત્રોનું માનીએ તો હિજબુલ્લાહ  દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા પહેલા ઈઝરાયેલે અમેરિકાને પણ આ અંગે જાણકારી આપી હતી. આ હુમલામાં છ ઈમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી. આ હુમલામાં બેના મોત થયા છે જ્યારે 70થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલામાં હિજબુલ્લાહ ચીફ નસરાલ્લાહનું મોત થયુંછે કે કેમ તે જાણી શકયું નથી. 

હિજબુલ્લાહએ ઇઝરાયલના દાવાને નકારી કાઢ્યો છે કે તેણે શુક્રવારે બેરૂતમાં નિશાન બનાવેલી રહેણાંક ઇમારતોમાં શસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો.

બેરૂત પર ઇઝરાયેલના હુમલા શનિવારે વહેલી સવારે ચાલુ રહ્યા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેણે દક્ષિણ લેબેનોનમાં હિજબુલ્લાહના મિસાઇલ યુનિટના કમાન્ડર મોહમ્મદ અલી ઇસ્માઇલ અને તેના ડેપ્યુટી હોસેન અહમદ ઇસ્માઇલને મારી નાખ્યા છે.

લેબનીઝ સશસ્ત્ર જૂથની નજીકના સ્ત્રોતે સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર ઇઝરાયેલના હુમલા બાદ હિજબુલ્લાહના વડા હસન નસરાલ્લાહનો સંપર્ક થઈ શક્યો નથી.

બેરૂતમાં વધુ એક નવો વિસ્ફોટ સંભળાયો છે. આ પહેલા શુક્રવારે ઈઝરાયેલે બેરૂતમાં મોટો રોકેટ હુમલો કર્યો હતો જેમાં આતંકી સંગઠન હિજબુલ્લાહના હેડક્વાર્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.

બેરુતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર ઈઝરાયેલના મોટા હુમલા બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પ્રેસ કોન્ફરન્સમાં લેબનોનમાં યુદ્ધવિરામની અપીલ કરી છે.

નેતન્યાહુએ તેમનો અમેરિકા પ્રવાસ અટકાવ્યો

બેરૂતમાં હિજબુલ્લાહના કમાન્ડ સેન્ટર પર ઈઝરાયેલના હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમની યુએસ મુલાકાત ટુંકાવી દીધી છે અને તરત જ ઈઝરાયેલ પરત ફરી રહ્યા છે. તેમના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

ઇઝરાયેલે હિજબુલ્લાહનો ગઢ ગણાતા બેરૂતના દહિયા ઉપનગરમાં અનેક ઇમારતોની નજીક રહેતા લેબનીઝ નાગરિકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવા જણાવ્યું હતું. ઈઝરાયેલી સેનાનું માનવું છે કે આ સ્થળોનો ઉપયોગ હિજબુલ્લાહ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ઇરાકે બેરૂત જતી તમામ ઇરાકી એરવેઝ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે
ઇરાકે તેની બેરૂત જતી અને જતી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ઇરાકી એરવેઝના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બગડતી સુરક્ષા પરિસ્થિતિને કારણે, લેબનીઝ રાજધાનીમાં અને ત્યાંથી તમામ ઇરાકી એરવેઝની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે."

બ્રિટને તેના નાગરિકોને તરત જ લેબનોન છોડવા કહ્યું

ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે લડાઈ વધી રહી છે, જેના કારણે લેબનોનમાં સ્થિતિ વણસી રહી છે. આ દરમિયાન બ્રિટને તેના નાગરિકોને તરત જ લેબનોન છોડવા આદેશ આપ્યા હતા. 

હમાસે બેરૂત પર ઈઝરાયેલના મિસાઈલ હુમલાની નિંદા કરી છે
હમાસે શુક્રવારે લેબનોનના બેરૂતમાં હિજબુલ્લાના હેડક્વાર્ટરને નિશાન બનાવતા ઇઝરાયલી હુમલાની નિંદા કરી હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ સમાચાર શેર કરો