VIDEO: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ક્યારે સસ્તાં થશે?
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો તણાવ પૂર થતાં દુનિયાભરમાં ઓઇલ અને ગેસની સપ્લાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પરથી ઓઇલ ટેન્કરોની અવરજવર ફરી સામાન્ય થઈ ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે ચાલી રહેલી વાતચીતના સકારાત્મક સંકેતોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલની ઘટતી કિંમતો વચ્ચે અત્યાર સુધી પરસ્પર મતભેદો ધરાવતા ઓપેક દેશોએ એક થઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયા અને રશિયાની આગેવાની હેઠળ ઈરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જીરિયા અને ઓમાન જેવા 7 દેશોએ આવતા મહિનાથી ઓઇલનું ઉત્પાદન વધારવાની મંજૂરી આપી દીધી છે. મિડલ ઇસ્ટ સંકટ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓને થયેલા નુકસાનને કારણે ભારતમાં ચાર વર્ષ બાદ તાજેતરમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર વખતમાં આશરે 7 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. હવે સ્થિતિ સામાન્ય થતાં દેશના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કિંમતોમાં ઘટાડો કરવા અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે.

