VIDEO: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રયાસો છતાં લેબેનૉનમાં સ્થિતિ તંગ બની
સોર્સ : GSTV
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રયાસો છતાં લેબેનૉનમાં સ્થિતિ તંગ બની રહી છે. નવા યુદ્ધવિરામ કરારના દાવાઓ વચ્ચે ઈઝરાયલે દક્ષિણ લેબેનૉનમાં ડઝનબંધ હવાઈ હુમલાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે. સીઝફાયરના આદેશ છતાં ઈઝરાયલે લેબેનૉન પર એક જ દિવસમાં 30 હુમલા કર્યા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઈઝરાયલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ સાથે વાતચીત કરીને બેરૂત પર થનારો હુમલો અટકાવ્યો હતો. અહેવાલો મુજબ લેબેનૉન પરના હુમલાને લઈને અમેરિકા પણ નારાજ હોવાનું કહેવાય છે. બીજી તરફ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે કે ઈઝરાયલી શહેરો પર હુમલા ચાલુ રહેશે તો બેરૂતને નિશાન બનાવવામાં આવશે. યુદ્ધવિરામના દાવાઓ વચ્ચે વિસ્તારમાં ફરી એકવાર મોટા સંઘર્ષની આશંકા વ્યક્ત થઈ રહી છે.

