VIDEO: ઈઝરાયલી વાયુસેના નો અચાનક લેબેનૉનના દક્ષિણ ભાગો પર ભીષણ હવાઈ હુમલા
સોર્સ : GSTV
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સીધા યુદ્ધને રોકવા માટે એક મોટા કરારના અંતિમ તબક્કામાં હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના એક આક્રમક પગલાએ આખી શાંતિ પ્રક્રિયા પર સવાલો ઊભા કરી દીધા છે. ઈરાન સાથે પરદા પાછળ ચાલી રહેલી વાતચીત અને સામસામે હુમલા રોકવાના પ્રયાસો વચ્ચે, ઈઝરાયલી વાયુસેનાએ અચાનક લેબેનૉનના દક્ષિણ ભાગો પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક સ્તરે એ ચર્ચા તેજ થઈ છે કે શું નેતન્યાહૂ ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ વ્યૂહનીતિના એજન્ડાને બગાડવાના માર્ગે ચાલી રહ્યા છે. લેબેનૉનની જમીન પર ઈઝરાયલી બોમ્બમારો સતત વિનાશ વેરતો જોવા મળી રહ્યો છે. લેબેનૉનની નેશનલ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, દક્ષિણ લેબેનૉનમાં થયેલા તાજેતરના હવાઈ અને ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે:ઈઝરાયલી વિમાનોએ પોલ્ટ્રી ફાર્મને નિશાન બનાવતા માલિક ઇમાદ અહેમદ યાસીનનું ઘટનાસ્થળે જ મોત થયું.

