VIDEO : અમેરિકાના હુમલાઓ બાદ ઈરાનનો વળતો પ્રહાર
સોર્સ : gstv
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માલવાહક જહાજ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર કરેલી એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાને હવે બહેરીન પર જવાબી ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે, તેણે આ હુમલાઓ દ્વારા બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે રાતભર ચાલેલા આ સૈન્ય એક્શનના કારણે મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ફરી એકવાર બેકાબૂ બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી વચગાળાની સહમતિ અને સીઝફાયરની સ્થિતિ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, તેમણે આ વિસ્તારમાં સક્રિય 'અમેરિકી આતંકવાદી સેનાના અનેક ઠેકાણાઓ' પર સચોટ નિશાન સાધ્યું છે.

