Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO: Iran attacks UAE with new type of missile, Australia claims attack on our military base

VIDEO: ઈરાને UAE પર નવા પ્રકારની મિસાઈલથી હુમલો કર્યો, ઓસ્ટ્રેલિયન એરબેઝ પર એટેક

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમેરિકા અને ઈઝરાયેલે મધ્ય-પૂર્વમાં ઈરાન પર મિસાઈલ અને હવાઈ હુમલા કરીને સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામેનેઈ સહિત અનેક ટોચના નેતાઓનો ખાત્મો બોલાવી દીધો હતો. હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે દાવો કર્યો છે કે ઈઝરાયેલના તાજા હુમલામાં ઈરાનના સુરક્ષા પ્રમુખ અલિ લારિજાનીનું મોત થયું છે. ઈરાને આ બબાતે પુષ્ટી કરી છે કે  સુરક્ષા પ્રમુખ અલિ લારિજાનીનું મોત નિપજ્યું છે.

App Store

ઈરાને દુબઈ, દોહા, UAE, કુવૈત સહિતના દેશો પર હુમલા યથાવત રાખ્યા

બીજી બાજુ ઈરાને દુબઈ, દોહા, UAE, કુવૈત પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સે તેહરાન, તબ્રીઝ, શિરાઝ અને ચાબહાર સહિતના મુખ્ય શહેરો અને પ્રદેશો પર સચોટ હુમલા કર્યા. આજની તારીખમાં, 3,000 થી વધુ લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો છે. આ સંઘર્ષ 28 ફેબ્રુઆરીથી ચાલુ છે.ઈરાને પણ દુબઈ એરપોર્ટ નજીક મિસાઇલો છોડી છે અને UAE તેલ સ્થાપનો પર ડ્રોન હુમલા કર્યા. ઈરાની શસ્ત્રોએ સાઉદી અરેબિયા, કુવૈત અને બહેરીન પર પણ હુમલો કર્યો છે.. આ હુમલાઓના સમગ્ર વિશ્વમાં પ્રત્યાઘાત પડ્યા છે, અને હાલમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ દાવો કર્યો છે કે ઈરાને UAE સ્થિત એરબેઝ પર કર્યો હુમલો

 ઓસ્ટ્રેલિયાએ એક મોટો દાવો કર્યો છે કે ઇરાને સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત તેના એરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો હતો. રાહતના સમાચાર એ છે કે આ હુમલામાં કોઈ સૈનિક કે સંરક્ષણ કર્મચારીને કોઈ ઈજા થઈ નથી.આ વખતે, ઈરાને યુએઈ પર એક નવા પ્રકારની મિસાઈલથી હુમલો કર્યો છે, જેનાથી આકાશમાં ઇન્ટરસેપ્ટર અને મિસાઈલ અથડાતા એક અનોખો નજારો સર્જાયો છે.