અમેરિકાની ચૂંટણીમાં ઇતિહાસ રચાયો: ઇજિપ્તીયન-અમેરિકન ડેમોક્રેટ અબ્દુલ અલ-સૈયદ મિશિગન સેનેટ ચૂંટણી જીતી બન્યા દેશના પ્રથમ મુસ્લિમ યુએસ સેનેટર

અમેરિકાની ચૂંટણીમાં ઇતિહાસ રચાયો: ઇજિપ્તીયન-અમેરિકન ડેમોક્રેટ અબ્દુલ અલ-સૈયદ મિશિગન સેનેટ ચૂંટણી જીતી બન્યા દેશના પ્રથમ મુસ્લિમ યુએસ સેનેટર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. મિશિગન રાજ્યની હાઈ-પ્રોફાઈલ યુએસ સેનેટ બેઠક પર ડેમોક્રેટિક પાર્ટીના પ્રગતિશીલ ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદે રિપબ્લિકન પાર્ટીના માઈક રોજર્સને હરાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. આ ભવ્ય જીત સાથે જ ૪૨ વર્ષીય અલ-સૈયદ અમેરિકી સંસદના ઉપલા ગૃહ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટમાં ચૂંટાનારા પ્રથમ મુસ્લિમ સેનેટર બની ગયા છે.

ડૉક્ટર, રોગચાળા નિષ્ણાત (એપિડેમિયોલોજિસ્ટ) અને જાહેર આરોગ્ય ક્ષેત્રે અગ્રણી ભૂમિકા ભજવી ચૂકેલા અબ્દુલ અલ-સૈયદના પિતા ઇજિપ્તથી અમેરિકા આવ્યા હતા. તેમણે પ્રાઈમરી ચૂંટણીમાં ડેમોક્રેટિક નેતાઓને પછાડ્યા બાદ જનરલ ઈલેક્શનમાં રિપબ્લિકન વિરોધીઓ સામે જોરદાર પ્રચાર ચલાવ્યો હતો. આરોગ્ય સેવાઓ, સામાન્ય નાગરિકો માટે પરવડે તેવું જીવનધોરણ અને સમાનતાના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને લડાયેલી આ ચૂંટણીમાં તેમને જનતાનું બહોળું સમર્થન મળ્યું.

જાહેરાત

વિજય બાદ વિરોધીઓ પર પ્રહાર

જીતની જાહેરાત બાદ ડેટ્રોઇટ ખાતે પોતાના સમર્થકોને સંબોધતા અલ-સૈયદે કહ્યું કે, મતદારોએ એક બિનપરંપરાગત ઉમેદવાર પર વિશ્વાસ મૂકીને ઇતિહાસ રચ્યો છે. તેમણે પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું કે અમેરિકા દરેક નાગરિક માટે સમાન હકોનું સ્થળ છે, પછી ભલે તેની પૃષ્ઠભૂમિ ગમે તે હોય.

આ સમાચાર શેર કરો

જાહેરાત