Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Video/ Helicopter overturns while landing in Nepal, 5 members of family rescued

Video/ નેપાળમાં લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર પલટી ગયું, અંતિમ સંસ્કારમાં જઈ રહેલા એક જ પરિવારના 5 સભ્યોનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

કાઠમંડુ (Kathmandu): નેપાળના ખોટાંગ જિલ્લામાં બુધવારે એક મોટી વિમાન દુર્ઘટના (Aviation Accident) ટળી હતી. એર ડાયનેસ્ટીનું (Air Dynasty) એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અચાનક પલટી મારી જતાં અકસ્માતનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટરમાં એક જ પરિવારના પાંચ સભ્યો સવાર હતા, જેઓ કાઠમંડુથી પોતાના સ્વજનના અંતિમ સંસ્કારમાં (Funeral) હાજરી આપવા ખોટાંગ જઈ રહ્યા હતા.

App Store
અંતિમ સંસ્કારમાં જતી વખતે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, આ પરિવાર યુકે (UK) થી પોતાના સંબંધીના નિધન બાદ નેપાળ આવ્યો હતો. જ્યારે હેલિકોપ્ટર ખોટાંગ જિલ્લામાં લેન્ડિંગ (Landing) કરી રહ્યું હતું, ત્યારે જ અચાનક સંતુલન બગડતા તે જમીન પર પલટી ગયું હતું. જે પરિવાર પર પહેલેથી જ દુઃખનો પહાડ તૂટ્યો હતો, તેમના માટે આ અકસ્માત કોઈ દુઃસ્વપ્ન (Nightmare) સમાન હતો.

પાઈલટ સહિત તમામ મુસાફરો સુરક્ષિત

સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પાઈલટ (Pilot) સહિત તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે, કાજીબહાદુર રાઈ નામના એક વ્યક્તિના પગમાં સામાન્ય ઈજા (Minor Injury) પહોંચી છે. તેમને તાત્કાલિક અન્ય હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે કાઠમંડુ મોકલવામાં આવ્યા છે.